દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, બિહારમાં ગંગા સહિતની નદીઓ ભયજનક સપાટી પાર
દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, બિહારમાં ગંગા સહિતની નદીઓ ભયજનક સપાટી પાર
Published on: 06th September, 2026

બિહાર, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. બિહારમાં મોટાભાગની નદીઓ, જેમ કે ગંગા, કોસી, બાગમતી, ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. દિલ્હીમાં ભારે વરસાદથી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નેશનલ હાઇવે ૪૮ પર પાણી ભરાયા, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી. દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર પ્રદેશમાં પણ ૩.૫૩ લાખ લોકો પૂરનો ભોગ બન્યા છે.