અમદાવાદમાં 24 કલાકમાં દોઢ ઈંચ વરસાદ!
અમદાવાદમાં 24 કલાકમાં દોઢ ઈંચ વરસાદ!
Published on: 05th July, 2026

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 1.54 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના પગલે સિઝનનો કુલ વરસાદ 2.49 ઈંચ થયો છે. ઓગણજ વિસ્તારમાં સૌથી વધુ 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ગોતા, રાણીપ અને સરખેજ જેવા વિસ્તારોમાં પણ 2 થી 2.8 ઈંચ વરસાદ થયો છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વાસણા બેરેજની સપાટી 132.50 ફૂટ છે અને નદીમાં હાલ કોઈ નવો ઈનફ્લો નથી.