બીલીમોરા રેલવે અંડરપાસમાં પૂર બાદ ત્રણ સપ્તાહે પણ કાદવ-કચરો
બીલીમોરા રેલવે અંડરપાસમાં પૂર બાદ ત્રણ સપ્તાહે પણ કાદવ-કચરો
Published on: 21st August, 2026

બીલીમોરામાં ભયાવહ વરસાદી પૂરને ત્રણ સપ્તાહ વીતી ગયા હોવા છતાં ડેપો સામેનો રેલવે અંડરપાસ હજુ પણ રાબેતા મુજબ શરૂ થયો નથી. પૂરનું પાણી ઓસર્યા બાદ પણ કાદવ-કચરો અને ગંદકીની સફાઈ ન થતાં લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી છે. આ અંડરપાસ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતી લાઈફલાઈન છે, જેના બંધ રહેવાથી લોકોને લાંબો ચકરાવો કાપવો પડી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વડીલોને વધુ મુશ્કેલી થઈ રહી છે. શ્રાવણ મહિનામાં ભીડને કારણે આ સમસ્યા વધુ વકરતાં પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.