ચોમાસામાં જર્જરિત મકાનોનો ભય: 140 નિર્દોષોના જીવ જોખમમાં
ચોમાસામાં જર્જરિત મકાનોનો ભય: 140 નિર્દોષોના જીવ જોખમમાં
Published on: 02nd July, 2026

દર વર્ષની જેમ આ ચોમાસામાં પણ પોરબંદર મનપા વિસ્તારમાં 140 જર્જરિત મકાનો ધરાશાયી થવાનો ભય છે. આ મકાનો માલિક-ભાડૂઆત વચ્ચેના વિવાદને કારણે રિપેર કરાયા નથી. 9 મકાનો અત્યંત જોખમી છે અને તેને તાત્કાલિક ખાલી કરવા કે તોડી પાડવા જણાવાયું છે. ભારે પવન અને વાવાઝોડા દરમિયાન આ મકાનોની આસપાસથી પસાર થતા નિર્દોષ નાગરિકો માટે મોટો ખતરો ઉભો થઈ શકે છે. મનપા તંત્ર દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.