પાલીતાણામાં સિંહણે માલધારી પર કર્યો જીવલેણ હુમલો!
પાલીતાણામાં સિંહણે માલધારી પર કર્યો જીવલેણ હુમલો!
Published on: 06th July, 2026

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરજીયા ગામે આજે એક માલધારી પર સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં માલધારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક સિંહણ માલધારીને જમીન પર જકડીને બેઠી હોવાનું સ્પષ્ટ દેખાય છે, જે લોકોને ફફડાવી રહ્યું છે. આસપાસના લોકોની બૂમો અને પ્રયાસો બાદ માલધારીને સિંહણના પંજામાંથી છોડાવી શકાયા હતા. વન વિભાગ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.