4 જુલાઇથી મઘા નક્ષત્રનો પ્રારંભ, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના
4 જુલાઇથી મઘા નક્ષત્રનો પ્રારંભ, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના
Published on: 01st July, 2026

સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદના અભાવે લોકો અને પશુ-પંખીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. આગામી 4 જુલાઇથી મઘા નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, જે સંયોગી યોગને કારણે વાવણી લાયક વરસાદની શક્યતા સૂચવે છે. જ્યોતિષી દેવશંકર ભટ્ટના મતે, 4 થી 20 જુલાઈ સુધી અશ્વ વાહનનો યોગ બનશે, જે વરસાદ માટે અનુકૂળ વાતાવરણ બનાવી શકે છે. 6 જુલાઈના રોજ સૂર્ય પુર્નવસુ નક્ષત્રમાં પ્રવેશતાં અશ્વ વાહનનો યોગ વધુ બળવાન બનશે. આ સમયગાળા દરમિયાન વાવણી લાયક વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે.