હળવદની સરંભડા સીમમાં 220 KV જેટકો લાઈનનો તાર તૂટ્યો
હળવદની સરંભડા સીમમાં 220 KV જેટકો લાઈનનો તાર તૂટ્યો
Published on: 25th August, 2026

હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં 13 વર્ષ જૂની 220 KV જેટકો (GETCO) લાઈનનો હેવી વીજતાર તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ. હાઈવોલ્ટેજ તાર ખેતરોમાં પસાર થતી ત્રણ વીજ લાઈનો પર પડતાં મોટો શોર્ટ સર્કિટ થયો. જેના લીધે આશરે 50 જેટલી પાણીની મોટરો અને સ્ટાર્ટર બળી ગયા, જેથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું. સદનસીબે, ઘટના સમયે ખેતરોમાં કામ કરતા મજૂરોનો આબાદ બચાવ થયો. આ ઘટનાએ ખેડૂતો અને મજૂરોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.