કાલાવડ-જામજોધપુર ગ્રામ્યમાં મેઘરાજાની મહેર
કાલાવડ-જામજોધપુર ગ્રામ્યમાં મેઘરાજાની મહેર
Published on: 02nd July, 2026

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુલાઇના પ્રથમ દિવસે જામજોધપુર અને કાલાવડમાં મેઘરાજાનું આગમન થયું છે. કાલાવડમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે જામજોધપુરમાં હળવા ઝાપટાં પડ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના વાવડ મળ્યા છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી છે. કેટલાક સ્થળોએ નદીઓમાં પણ પુર આવ્યાના અહેવાલ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જે સારા ચોમાસાની આશા જગાવે છે.