અસહ્ય ગરમીને લીધે ગાંધીનગર સ્કૂલોમાં ઉનાળું વેકેશન 10 દિવસ લંબાવવાની માગ.
અસહ્ય ગરમીને લીધે ગાંધીનગર સ્કૂલોમાં ઉનાળું વેકેશન 10 દિવસ લંબાવવાની માગ.
Published on: 28th May, 2026

ગુજરાતમાં પ્રવર્તમાન અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને, સ્કૂલોના સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવાની અને તા. 8 જૂનના બદલે 18 જૂનથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત, બાળકોને ગરમી અને ટ્રાન્સપોર્ટની સમસ્યાથી બચાવવા માટે શૈક્ષણિક દિવસો ઘટાડવા અને ઓનલાઈન શિક્ષણ અપનાવવા જેવી ભલામણો પણ કરાઈ છે.