આર્જેન્ટિના સામેના વિવાદિત નિર્ણયોને કારણે ઇજિપ્તે સત્તાવાર ફરિયાદ નોંધાવી
આર્જેન્ટિના સામેના વિવાદિત નિર્ણયોને કારણે ઇજિપ્તે સત્તાવાર ફરિયાદ નોંધાવી
Published on: 09th July, 2026

FIFA વર્લ્ડ કપ 2026માં આર્જેન્ટિના સામેની રોમાંચક પણ વિવાદાસ્પદ મેચમાં હાર બાદ ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશન ભારે રોષમાં છે. ઇજિપ્તે FIFAમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેમાં રેફરી ટીમ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી અને વર્લ્ડ કપમાંથી તેમને હટાવવાની માગ કરી છે. ફેડરેશનના અધ્યક્ષે ફ્રાન્સના મુખ્ય રેફરી ફ્રાંસવા લેટેક્સિયેર સામે કડક તપાસની માંગ કરી છે, જેમના નિર્ણયોમાં ગંભીર ભૂલો અને બેવડા ધોરણો અપનાવવામાં આવ્યા હોવાનો આરોપ છે. VAR નિર્ણયો અને રમત દરમિયાન થયેલા પક્ષપાતી નિર્ણયોને કારણે ઇજિપ્તની ટીમ મેચ હારી ગઈ અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ.