બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં સવારે વરસાદી વાદળો ઘેરાયા.
બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં સવારે વરસાદી વાદળો ઘેરાયા.
Published on: 28th May, 2026

ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરા ગરમી વચ્ચે અચાનક હવામાનમાં પલટો જોવા મળતા કાંકરેજ પંથકના ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હોવાના પગલે આજે વહેલી સવારથી જ કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ જતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.