46 વર્ષમાં 10 અલ નીનો, જેમાંથી 6 વખત કચ્છમાં દુકાળ
46 વર્ષમાં 10 અલ નીનો, જેમાંથી 6 વખત કચ્છમાં દુકાળ
Published on: 24th August, 2026

ચાલુ વર્ષે કચ્છમાં ચોમાસું ખેંચાતાં લોકો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 1951 થી 2023 સુધીના ‘અલ નીનો’ ડેટા અને કચ્છના છેલ્લા 46 વર્ષના વરસાદી આંકડાનું વિશ્લેષણ દર્શાવે છે કે જ્યારે પણ ‘અલ નીનો’ સક્રિય થાય છે, ત્યારે તેની ઘાતક અસર કચ્છ પર વધુ થાય છે. 1982, 1987, 1991, 2002, 2018 અને 2026 માં ગંભીર દુષ્કાળ કે અછત સર્જાઈ હતી. અલ નીનો સક્રિય થતાં ‘વોકર સરક્યુલેશન’ ખોરવાય છે, જે ભારતીય ઉપખંડ પર સૂકી હવા દબાણ કરે છે અને કચ્છમાં વાદળો બનતા રોકે છે, જેના પરિણામે રાજસ્થાન-પાક. તરફથી આવતા ગરમ અને સૂકા પવનો કચ્છમાં ઘૂસી જાય છે, જેના કારણે વરસાદમાં મોટી ઘટ્ટ જોવા મળે છે.