શેરબજાર અને IPO રોકાણ કૌભાંડનો પર્દાફાશ: 99.50 લાખની છેતરપિંડી આચરનાર આરોપીઓ ઝડપાયા, ગેંગ ઉપર દેશભરમાં 31 સાયબર ક્રાઇમના ગુના દાખલ
Published on: 14th June, 2025
સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલે શેર બજાર અને IPOમાં ઊંચા નફાની લાલચ આપી 99.50 લાખની ઑનલાઇન છેતરપિંડી કરનાર 6 આરોપીઓની ધરપકડ કરી છે. તેઓ બનાવટી એપ્લિકેશનો દ્વારા રોકાણકારોને છેતરપિંડી કરતા હતા. ગેંગ સામે દેશમાં 31 સાયબર ક્રાઇમના ગુનાઓ નોંધાયા છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર રોજ 5-10% નફાની જાહેરાતો આપતા અને લોકોને નકલી એપ ડાઉનલોડ કરાવી અમુક નફાનું પ્રદર્શન બતાવી વધુ રોકાણ માટે પ્રેરતાં. પૈસા ટ્રાન્સફર થયા પછી પીડિતાને રકમ ઉપાડવા દેતા નહોતા. ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવનારા મુખ્ય આરોપીઓ અજય, જલ્પેશ, વિશાલ, હિરેનકુમાર અન્ય સાયબર ક્રાઇમ કેસોમાં સંડોવાયેલા છે.

Published at: June 14, 2025
Read More at દિવ્ય ભાસ્કર