આગામી સપ્તાહે Sensex 77888 અને 75777 વચ્ચે અથડાશે
આગામી સપ્તાહે Sensex 77888 અને 75777 વચ્ચે અથડાશે
Published on: 21st June, 2026

પશ્ચિમ એશીયામાં યુદ્ધના વાદળો અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીથી વિખેરાયા હોવા છતાં, વૈશ્વિક બજારોમાં સતત ઉથલો જોવા મળી રહ્યો છે. President Trump ની નીતિઓ વિશ્વ શાંતિને બદલે અશાંતિમાં ગરકાવ રાખી રહી છે. નવા દેશો સાથે વિવાદ સર્જીને, તેઓ યુરોપને પણ ચર્ચામાં ઢસડી રહ્યા છે. ઈઝરાયેલ પણ લેબનોન મામલે નમતું નહીં ઝોખવાના નિર્ધાર સાથે હુમલા ચાલુ રાખીને, ઈરાન-અમેરિકાની ડીલમાં અસ્થિરતા સર્જી રહ્યું છે. હોર્મુઝ માર્ગે જહાજોના વહન અંગેના વિરોધાભાસી અહેવાલોએ સ્વિટ્ઝરલેન્ડ વાટાઘાટ પર સૌની નજર રાખી છે.