NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે
NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે
Published on: 19th June, 2026

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, એ નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) આખરે તેના શેરોના રૂ.૩૦,૦૦૦ કરોડના મેગા ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે ડ્રાફ્ટ પેપર સેબીમાં ફાઈલ કર્યા છે. જે આ વર્ષે ભારતના પ્રાઈમરી માર્કેટમાં સૌથી મોટું શેર વેચાણ બની રહેશે. આ સૂચિત આઈપીઓ ૧૪.૮૯ કરોડ જેટલો શેરોની સંપૂર્ણ ઓફર ફોર સેલ (OFS) હશે.