ટેક મહિન્દ્રા, FMCG શેરોમાં વેચવાલી
ટેક મહિન્દ્રા, FMCG શેરોમાં વેચવાલી
Published on: 13th October, 2026

અમેરિકામાં ટેલીકોમ શેરોમાં ઘટાડાને પગલે ભારતીય શેરબજારોમાં આજે IT શેરોમાં મોટી વેચવાલી જોવા મળી. ટેક મહિન્દ્રા અને ITC સહિત FMCG શેરોમાં પણ ઘટાડો નોંધાયો, જેના કારણે સેન્સેક્સ ૫૪૮ પોઈન્ટ ઘટીને ૭૧૯૨૫ અને નિફટી ૧૫૭ પોઈન્ટ ઘટીને ૨૨૩૬૩ પર બંધ રહ્યા. જોકે, કેપિટલ ગુડઝ અને ઓટોમોબાઈલ શેરોમાં ખરીદીથી બજારમાં આંશિક રિકવરી જોવા મળી.