ઈક્વિટીમાં માલિકીની દ્રષ્ટિએ FPIનો હિસ્સો ૧૭ વર્ષના તળિયે
ઈક્વિટીમાં માલિકીની દ્રષ્ટિએ FPIનો હિસ્સો ૧૭ વર્ષના તળિયે
Published on: 13th October, 2026

મુંબઈથી મળેલા અહેવાલ મુજબ, ભારતીય શેરબજારમાં FPIs (Foreign Portfolio Investment) નો હિસ્સો 17 વર્ષના નીચલા સ્તરે 15.10% પર પહોંચ્યો છે. 2012થી હોલ્ડિંગ મૂલ્ય $783 બિલિયન થયું હોવા છતાં, સ્થાનિક રોકાણકારોની સતત ખરીદીને કારણે તેમની માલિકી ઘટી છે. ઘરેલું બચત ઇક્વિટી તરફ વળતા, રિટેલ રોકાણકારોનો હિસ્સો વધ્યો છે, જે બજારને ટેકો આપી રહ્યો છે.