HD ફાયર પ્રોટેક્ટ લિમિટેડનો IPO 13 ઓક્ટોબર, 2026ના રોજ ખુલશેl
HD ફાયર પ્રોટેક્ટ લિમિટેડનો IPO 13 ઓક્ટોબર, 2026ના રોજ ખુલશેl
Published on: 11th October, 2026

એચડી ફાયર પ્રોટેક્ટ લિમિટેડ 13 ઓક્ટોબર, 2026ના રોજ તેના ઇક્વિટી શેર માટે IPO ખોલશે, જે 15 ઓક્ટોબર, 2026ના રોજ બંધ થશે. એન્કર રોકાણકારો માટે બિડિંગ 12 ઓક્ટોબર, 2026થી શરૂ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 55 શેર માટે રૂ. 258 થી રૂ. 271ના પ્રાઇઝ બેન્ડમાં બિડ કરી શકશે. આ ઓફરમાં પ્રમોટર્સ દ્વારા કુલ 2,62,84,500 ઇક્વિટી શેરનું વેચાણ સામેલ છે, જેમાં હરીશ નરશી ધરમશી અને કુસુમ હરીશ ધરમશીના શેરનો સમાવેશ થાય છે.