ઇન્ડોનેશિયાના શેરબજારમાં 28 વર્ષનો સૌથી મોટો ઐતિહાસિક કડાકો
ઇન્ડોનેશિયાના શેરબજારમાં છેલ્લા 28 વર્ષનો સૌથી મોટો ઐતિહાસિક કડાકો જોવા મળ્યો, જેમાં શુક્રવારે જકાર્તા કમ્પોઝિટ ઇન્ડેક્સ 11.57% ગગડ્યો. આ ઘટાડો જાન્યુઆરી 1998 પછીનો સૌથી મોટો છે. ગ્લોબલ ઇન્ડેક્સ પ્રોવાઇડર MSCI દ્વારા ઇન્ડોનેશિયાના બજારને ઇમર્જિંગ માર્કેટ કેટેગરીમાંથી હટાવવાના પ્રસ્તાવને કારણે આ વેચવાલીનું દબાણ વધ્યું, જેનાથી રોકાણકારોને ભારે નુકસાન થયું અને ટ્રેડિંગ અટકાવવું પડ્યું.
