શેરબજારમાં વોલેટાઇલ તેજી
શેરબજારમાં વોલેટાઇલ તેજી
Published on: 01st August, 2026

ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં સકારાત્મક પરંતુ વોલેટાઇલ વલણ રહ્યું. ક્રૂડ ઓઇલ, સારા કોર્પોરેટ પરિણામો અને સ્થાનિક રોકાણકારોની ખરીદીથી તેજી આવી. અમેરિકન ફેડરલ રિઝર્વની નીતિ, ભૂરાજકીય તણાવ અને ડેરિવેટિવ્ઝ એક્સપાયરીએ અસ્થિરતા વધારી. તેમ છતાં, મજબૂત કોર્પોરેટ પરિણામો અને સ્થાનિક નાણાંપ્રવાહના કારણે બજાર મહત્વના સપોર્ટ લેવલ પર ટકી રહ્યું. રોકાણકારોએ ગુણવત્તાસભર લાર્જકેપ શેરોમાં વિશ્વાસ જાળવી રાખ્યો.