અમેરિકા, જાપાન મધ્યસ્થ બેંકોની બેઠક પહેલા વૈશ્વિક બજારોમાં વેચવાલી
અમેરિકા, જાપાન મધ્યસ્થ બેંકોની બેઠક પહેલા વૈશ્વિક બજારોમાં વેચવાલી
Published on: 15th September, 2026

ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી. અમેરિકા, જાપાન સહિત ઘણા દેશોના શેરબજારો ઘટ્યા. રોકાણકારો આ અઠવાડિયે જાપાની અને અમેરિકન મધ્યસ્થ બેંકોની બેઠક પર પણ નજર રાખી રહ્યા છે, જ્યાં વ્યાજ દરમાં વધારો થવાની ધારણા છે. ક્રૂડના ભાવ પ્રતિ બેરલ ૧૦૯ ડોલરની નજીક પહોંચ્યા છે. ભારતીય શેરબજારો ગણેશ ચતુર્થી નિમિત્તે બંધ રહ્યા હતા.