શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે': સેન્સેક્સ 740, નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યા
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે': સેન્સેક્સ 740, નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યા
Published on: 11th September, 2026

શુક્રવારે વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 740 થી વધુ પોઈન્ટ ગગડીને 74,160 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી 50 આશરે 250 પોઈન્ટ ઘટીને 23,231 ની ઇન્ટ્રાડે સપાટીએ સરકી ગયો. શરૂઆતની મિનિટોમાં જ રોકાણકારોના અંદાજે 6 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. બીએસઈ (BSE) પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને આશરે 478 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો.