ક્રૂડ ઓઇલના ભાવમાં 16% નો ઘટાડો: ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા
ક્રૂડ ઓઇલના ભાવમાં 16% નો ઘટાડો: ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા
Published on: 17th June, 2026

વૈશ્વિક ઓઇલ માર્કેટમાંથી ભારતીય અર્થતંત્ર માટે રાહતરૂપ સમાચાર છે. અમેરિકા અને ઇરાન વચ્ચે Hormuz Strait ખોલવા અંગેના સંભવિત કરારને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચી છે. છેલ્લા ચાર ટ્રેડિંગ દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 16% નો ઘટાડો નોંધાયો છે, જે આ વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. WTI ક્રૂડ 77 ડૉલર પ્રતિ બેરલની નીચે અને Brent Crude 79 ડૉલર પ્રતિ બેરલની નીચે આવી ગયું છે.