ચાંદીમાં 6300 રૂપિયાથી વધુનો ઘટાડો, સોનામાં પણ 1829 રૂપિયા તૂટ્યા
ચાંદીમાં 6300 રૂપિયાથી વધુનો ઘટાડો, સોનામાં પણ 1829 રૂપિયા તૂટ્યા
Published on: 18th June, 2026

કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે ચિંતાનો દિવસ રહ્યો, જ્યાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો. બજાર ખુલતાની સાથે જ વેચવાલીનું દબાણ વધ્યું, જેના કારણે રોકાણકારોને મોટો ફટકો પડ્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર છતાં ભાવ ઘટ્યા. ગઇકાલે અમેરિકન શેરમાર્કેટમાં કડાકો અને આવનારી ફેડ રેટની માહિતીને કારણે રોકાણકારો સાવચેત બન્યા. સોનામાં 1829 રૂપિયા અને ચાંદીમાં 6307 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. આ અચાનક ઘટાડાથી બજારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.