શ્રીલંકા ટેસ્ટ પહેલા ભારતીય ટીમ માટે સારા સમાચાર!
શ્રીલંકા ટેસ્ટ પહેલા ભારતીય ટીમ માટે સારા સમાચાર!
Published on: 09th August, 2026

શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો માટે રાહતના સમાચાર છે. ત્રણ દિવસીય વોર્મ-અપ મેચમાંથી બહાર રહ્યા બાદ, ભારતીય ખેલાડી શુભમન ગિલે રવિવારે ફરીથી બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ગુરુવારે પ્રેક્ટિસ દરમિયાન તેને જમણા હાથની રિંગ ફિંગર પર ઇજા થઈ હતી. તેની વાપસીથી પ્રથમ ટેસ્ટમાં તેની ઉપલબ્ધતા અંગેની ચિંતાઓ દૂર થઈ ગઈ છે. ગિલે સાઇડ નેટ્સમાં લાંબા પ્રેક્ટિસ સેશનમાં સંપૂર્ણ રીતે ભાગ લીધો હતો.