ટેન્સાઇલ જમીન કેસમાં પોલીસ કાર્યવાહી સામે હાઇકોર્ટમાં પિટિશનની તૈયારી.
ટેન્સાઇલ જમીન કેસમાં પોલીસ કાર્યવાહી સામે હાઇકોર્ટમાં પિટિશનની તૈયારી.
Published on: 10th August, 2026

વડોદરામાં ટેન્સાઇલ જમીન પ્રકરણમાં કોર્ટના ઓર્ડર પછી પણ હજી ધરપકડ નહીં થતાં પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ટેન્સાઇલ સ્ટીલ કંપનીના ડાયરેક્ટર કિશોર સુરતવાલાએ રાજ્યના પોલીસવડા સમક્ષ વડોદરા પોલીસની કાર્યવાહી અંગે ફરિયાદ કરી છે. તેઓ ૨૮ મે ૨૦૨૬ ના રોજ કરેલી અરજી પર કોઈ કાર્યવાહી ન થતાં અને ઉલટાનું ૧૧ જૂન ૨૦૨૬ ના રોજ ખોટી ફરિયાદ નોંધી ધરપકડ અને રિમાન્ડ લેવાતાં નારાજ છે. કોર્ટના હુકમ બાદ ગુનો દાખલ થયો હોવા છતાં કોઈની ધરપકડ નહીં થતાં સી.આઈ.ડી. ક્રાઈમને તપાસ સોંપવાની માંગ સાથે હાઇકોર્ટમાં પિટિશન કરવાની તૈયારી છે.