રાજકોટના સંજયભાઈ સોલંકી: 9 વર્ષમાં 6 ફુલ મેરેથોન અને 20થી વધુ હાફ મેરેથોન પૂર્ણ
રાજકોટના સંજયભાઈ સોલંકી: 9 વર્ષમાં 6 ફુલ મેરેથોન અને 20થી વધુ હાફ મેરેથોન પૂર્ણ
Published on: 01st June, 2026

રાજકોટના 45 વર્ષીય સંજયભાઈ સોલંકી, જેઓ પથિકાશ્રામના મેનેજર છે, તેમણે 2012થી દોડવાની શરૂઆત કરી. અત્યાર સુધીમાં તેમણે 6 ફુલ મેરેથોન, 20થી વધુ હાફ મેરેથોન અને કેટલીક અલ્ટ્રા રન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તાજેતરમાં જ તેમણે 2026ની ટાટા મુંબઈ મેરેથોન પૂર્ણ કરી છે અને હવે માથેરાન હિલની કઠિન હાફ મેરેથોનની તૈયારી કરી રહ્યા છે. વ્યસ્ત હોવા છતાં, તેઓ રોજ એક કલાકમાં 10 કિલોમીટર દોડે છે. તેઓ માને છે કે દોડવાથી જીવનમાં શિસ્ત અને મજબૂત શરીર મળે છે. તેમણે 'મેદસ્વિતામુક્ત ગુજરાત' માટે લોકોને કસરત અને સ્વસ્થ આહાર અપનાવવા અનુરોધ કર્યો.