કોચી ટસ્કર્સ વિવાદ: લલિત મોદીનો શશી થરૂર પર ધમકી અને રાજકીય દબાણનો મોટો ખુલાસો
કોચી ટસ્કર્સ વિવાદ: લલિત મોદીનો શશી થરૂર પર ધમકી અને રાજકીય દબાણનો મોટો ખુલાસો
Published on: 04th June, 2026

IPL ના પૂર્વ ચેરમેન લલિત મોદીએ કોચી ટસ્કર્સ IPL ફ્રેન્ચાઈઝી વિવાદ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસ નેતા શશી થરૂરના કારણે તેમને દબાણ અને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. મોદીએ જણાવ્યું કે જ્યારે તેમણે સુનંદા પુષ્કર સાથે જોડાયેલા શંકાસ્પદ ઇક્વિટી માળખાને કારણે કોચી કન્સોર્ટિયમની એન્ટ્રી રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે UPA સરકાર તેમની વિરુદ્ધ થઈ ગઈ. તેમણે સોનિયા ગાંધી, અહેમદ પટેલ અને પ્રણબ મુખર્જી જેવા દિગ્ગજ નેતાઓ પાસેથી આવેલા ફોનનો ઉલ્લેખ કર્યો. મોદીએ દાવો કર્યો કે થરૂરે તેમને સુનંદા પુષ્કર વિશે ન પૂછવા કહ્યું હતું, અને જો તે પૂછશે તો IT રેડ પડાવવાની ધમકી આપી હતી.