વસીમ અકરમે વૈભવ સૂર્યવંશીના નામથી પાકિસ્તાન ક્રિકેટની કરી ટીકા
વસીમ અકરમે વૈભવ સૂર્યવંશીના નામથી પાકિસ્તાન ક્રિકેટની કરી ટીકા
Published on: 12th September, 2026

પાકિસ્તાનના મહાન ક્રિકેટર વસીમ અકરમે ભારતીય યુવા બેટર વૈભવ સૂર્યવંશીના ઉલ્લેખ સાથે પાકિસ્તાન સુપર લીગ (PSL) ની ટીકા કરી છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશી એ IPL માં પ્રભાવશાળી પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. અકરમે કહ્યું કે, PSL શરૂ થયાને 10 વર્ષ થયા છતાં, તે IPL ની જેમ નવા બેટિંગ ટેલેન્ટ વિકસાવવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે પાકિસ્તાનમાં ક્લબ ક્રિકેટના પુનર્જીવન પર ભાર મૂક્યો, જે PCB માટે ટેલેન્ટ પાઇપલાઇન મજબૂત કરવાનો એકમાત્ર રસ્તો છે.