ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવની જમીન ફાળવણીની માગણી પેન્ડિંગ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવે વર્ષ ૨૦૨૫માં મહિલા ક્રિકેટના વિકાસ માટે મ્યુનિ. કોર્પોરેશન પાસે ૧૦ હજાર ચોરસ મીટર જમીનની માગ કરી છે, પરંતુ હજુ સુધી તેનો નિર્ણય લેવાયો નથી. દરમિયાન, પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણને સરકારી પ્લોટ પર કથિત ગેરકાયદે કબજાના વિવાદ છતાં પ્લોટ ફાળવવાની દરખાસ્ત કરાઈ છે. આ રાજકીય સમીકરણો વચ્ચે રાધા યાદવની માગણી પર શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.
