૧૧ વર્ષની મહેનત બાદ ટીમ ઈન્ડિયામાં સારાંશ જૈન, પરિવારનું યોગદાન
૧૧ વર્ષની મહેનત બાદ ટીમ ઈન્ડિયામાં સારાંશ જૈન, પરિવારનું યોગદાન
Published on: 30th July, 2026

BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સારાંશ જૈનનો પ્રથમ વખત સમાવેશ કર્યો છે. ઘરેલુ ક્રિકેટમાં સતત પ્રદર્શન કરનાર સરાંશે તાજેતરમાં ભારત એ માટે મજબૂત પ્રદર્શન કર્યું. સારાંશ જૈનના પિતા સુબોધ જૈન પણ મધ્યપ્રદેશ માટે ઘરેલું ક્રિકેટ રમી ચૂક્યા છે. પોતાના પિતા પાસેથી પ્રેરણા લઈ ક્રિકેટ કરિયર બનાવ્યું છે. લગભગ ૧૧ વર્ષની રાહ જોયા પછી, તેની મહેનત રંગ લાવી છે.