બાલવા શ્રી સ્વામિનારાયણ સ્કૂલની ટીમોએ ખેલ મહાકુંભમાં મેળવ્યા ત્રણ ગોલ્ડ મેડલ
ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ 2026 રસ્સા ખેંચ સ્પર્ધામાં શ્રી સ્વામિનારાયણ સ્કૂલ, બાલવા ખાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન થયું. અંડર-17 ભાઈઓ, અંડર-17 બહેનો અને ઓપન વિભાગ ભાઈઓની ટીમોએ પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીત્યા. આ ટીમોને સરકાર તરફથી ₹90,000 નો રોકડ પુરસ્કાર મળશે. શાળાના શિક્ષકો એસ.કે. પટેલ અને વિપુલભાઈ કે. ચૌધરીએ માર્ગદર્શન આપ્યું.
