IND vs ENG: T20 માં ભારતનો સૌથી મોટો પરાજય
IND vs ENG: T20 માં ભારતનો સૌથી મોટો પરાજય
Published on: 08th July, 2026

ઇંગ્લેન્ડે ત્રીજી T20 મેચમાં ભારતને 125 રનથી હરાવી શ્રેણીમાં 2-0 થી લીડ મેળવી છે. નોટિંગહામમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે 201 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઇન્ડિયા 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં આ ભારતનો સૌથી મોટો પરાજય છે, જે 100 રનથી વધુના માર્જિનથી મળ્યો છે. ભારતનો સૌથી ઓછો T20 સ્કોર 74 રન છે, જે 2008માં ઓસ્ટ્રેલિયા સામે હતો. આ મેચમાં વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા અને કેપ્ટન શ્રેયસ ઐયર સહિત ઘણા ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા.