ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ બન્યા વિરાટ કોહલીના ફેન!
ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ બન્યા વિરાટ કોહલીના ફેન!
Published on: 09th July, 2026

રમતગમત જગતના બે મહાન એથ્લેટ્સ, નોવાક જોકોવિચ અને વિરાટ કોહલી વચ્ચેનો આદર જોવા મળ્યો. ટેનિસના દિગ્ગજ નોવાક જોકોવિચએ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના ખુલ્લેઆમ વખાણ કર્યા છે. જોકોવિચએ કોહલીને ગ્લોબલ સ્ટાર ગણાવ્યા અને તેમની પાસેથી ક્રિકેટની એક ખાસ કળા શીખવાની ઈચ્છા વ્યક્ત કરી. Wimbledon દ્વારા શેર કરાયેલ આ નિવેદન જોકોવિચએ પોતાની Instagram story પર શેર કરીને બંને વચ્ચેની નિકટતા દર્શાવી. જોકોવિચ એ કોહલીની સ્વિંગ ટેકનિક શીખવાની ઈચ્છા વ્યક્ત કરી, જ્યારે કોહલી પણ જોકોવિચની ખેલદિલી અને ફિટનેસના વખાણ કરી ચૂક્યા છે. જોકોવિચ ટૂંક સમયમાં ભારત આવીને કોહલીને મળવા આતુર છે.