ઈરાને જાહેર કર્યો સર્વોચ્ચ નેતા ખામેનેઈના ઘરનો VIDEO
ઈરાને જાહેર કર્યો સર્વોચ્ચ નેતા ખામેનેઈના ઘરનો VIDEO
Published on: 09th July, 2026

અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ ઈરાને સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના ઘરનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં યુદ્ધ દરમિયાન થયેલા હુમલા બાદ તેમના નિવાસસ્થાન પરિસરમાં આવેલી મસ્જિદ અને ઇમારતોને થયેલું ભારે નુકસાન દેખાઈ રહ્યું છે. 'ફેબ્રુઆરી/માર્ચ 2026માં ઇમામ ખુમેની હુસૈનીયા પર અમેરિકાના કાયરતાપૂર્ણ હુમલા' એવા કેપ્શન હેઠળ જાહેર કરાયેલા આ વીડિયોમાં ઇમારતોનો કાટમાળ અને ધ્વસ્ત થયેલું માળખું સ્પષ્ટ જોઈ શકાય છે. આ જ હુમલાઓમાં ખામેનેઈનું મોત નીપજ્યું હતું.