અમદાવાદની પ્રથા પવારે ચોથી સ્ટેટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ડબલ ટાઈટલ જીત્યા
અમદાવાદની પ્રથા પવારે ચોથી સ્ટેટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ડબલ ટાઈટલ જીત્યા
Published on: 15th August, 2026

અમદાવાદની ટોચની ક્રમાંકિત પ્રથા પવારે ચોથી સ્ટેટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સ અને જુનિયર ગર્લ્સ અંડર-૧૯નું ટાઇટલ જીતીને બેવડો ખિતાબ પોતાના નામે કર્યો છે. ૧૭ વર્ષીય પ્રથાએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં સુરતની દ્વિતીય ક્રમાંકિત આફ્રિન મુરાદને ૪-૦થી પરાજિત કરી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ ઉપરાંત, સુરતની ૧૦મી ક્રમાંકિત વિન્સી તન્નાએ સબ-જુનિયર અંડર-૧૫ ગર્લ્સમાં મોટો અપસેટ સર્જ્યો, જ્યારે કચ્છના ધુ્રવ ભંભાણીએ અંડર-૧૫ બોયઝનું ટાઇટલ જીત્યું.