IPLમાં આજે બીજી મેચ SRH vs CSK:હૈદરાબાદે છેલ્લી મેચમાં રાજસ્થાનને હરાવ્યું, CSK પણ તેની છેલ્લી બંને મેચ જીત્યું છે
IPLમાં આજે બીજી મેચ SRH vs CSK:હૈદરાબાદે છેલ્લી મેચમાં રાજસ્થાનને હરાવ્યું, CSK પણ તેની છેલ્લી બંને મેચ જીત્યું છે
Published on: 18th April, 2026

IPLમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં મુકાબલો થશે. હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ચેન્નઈનું પલ્લું ભારે છે, પરંતુ સ્થાનિક મેદાન પર હૈદરાબાદ મજબૂત સ્થિતિમાં છે. CSK માટે સંજુ સેમસન અને અંશુલ કંબોજ ફોર્મમાં છે, જ્યારે SRH માટે હેનરિક ક્લાસેન શાનદાર બેટિંગ કરી રહ્યો છે. એમ.એસ. ધોની હજુ ફિટ ન હોવાથી આજની મેચ ગુમાવી શકે છે. બેટિંગ ફ્રેન્ડલી પીચ પર હાઈ-સ્કોરિંગ મેચની અપેક્ષા છે અને વરસાદની કોઈ શક્યતા નથી.