પાલનપુરમાં 125 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ અને 10 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ચોથી નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે
પાલનપુરમાં 23 થી 25 ઓક્ટોબર દરમિયાન ચોથી નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. ધણીયાણા ચોકડી નજીક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાનારી આ સ્પર્ધામાં દેશભરના 125 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 10 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ સામેલ છે. ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ્ડ દ્વારા આયોજિત આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો છે.
