'Username' વૈકલ્પિક, કોઈ તમને સર્ચ નહીં કરી શકે: WhatsAppનો જવાબ
'Username' વૈકલ્પિક, કોઈ તમને સર્ચ નહીં કરી શકે: WhatsAppનો જવાબ
Published on: 02nd July, 2026

વોટ્સએપ ટૂંક સમયમાં વૈકલ્પિક યુઝરનેમ ફીચર લાવવાની તૈયારીમાં છે, જેથી યુઝર્સ ફોન નંબર શેર કર્યા વગર ચેટ કરી શકે. કંપનીએ જણાવ્યું છે કે યુઝરનેમ સર્ચ કરી શકાશે નહીં અને બ્લોક-રિપોર્ટ સહિતના સુરક્ષા ફીચર્સ યથાવત રહેશે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના વેરિફાઈડ યુઝર્સ માટે સમાન યુઝરનેમ રિઝર્વ રહેશે. જોકે, સુરક્ષા સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે હાલ આ ફીચરના લોન્ચ પર રોક લગાવી છે અને વોટ્સએપ પાસેથી વિગતવાર માહિતી માગી છે.