સાયબર સિક્યુરિટી:સાયબર ફ્રોડ થયા પછી શું કરવું જોઇએ?
સાયબર સિક્યુરિટી:સાયબર ફ્રોડ થયા પછી શું કરવું જોઇએ?
Published on: 25th June, 2025

ઈન્ટરનેટ અને મોબાઇલના વધેલા ઉપયોગથી જીવન સરળ બન્યું છે, પરંતુ સાયબર ક્રાઇમ પણ વધી રહ્યું છે. સાયબરગઠિયાઓ નવા પેંતરા અજમાવે છે, જેને કારણે હજારો લોકો ફ્રોડના ભોગ બની રહ્યા છે. OTP શેર કરવાથી લઈને બેંક એકાઉન્ટ ખાલી થાય છે. ફ્રોડ પછી તરત બેંકને જાણ કરવી, પછી ભારત સરકારની સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર કૉલ કરવો, સાયબર ક્રાઇમ પોર્ટલ www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી, નજીકના સાયબર પોલીસ સ્ટેશન જઈ FIR કરાવવી, અને પૂરાવા સુરક્ષિત રાખવા જોઈએ. ત્વરિત કાર્યવાહિ જરૂરી છે કારણ કે વિલંબથી પૈસા પાછાં મેળવવાની શક્યતા ઘટે છે.