ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી જ કેમ થાય છે? જાણો રસપ્રદ વિજ્ઞાન
ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી જ કેમ થાય છે? જાણો રસપ્રદ વિજ્ઞાન
Published on: 03rd June, 2026

ચોમાસુ ફક્ત વરસાદ નથી, પરંતુ પવનની દિશામાં થતું મોસમી પરિવર્તન છે. કેરળ અરબી સમુદ્રના કિનારે આવેલું હોવાથી, અરબી સમુદ્રની ભેજવાળી હવા સૌપ્રથમ ત્યાં ટકરાય છે, જે વરસાદ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. પશ્ચિમ ઘાટની ઊંચાઈ પણ આ ભેજવાળા વાદળોને ઉપર ઉઠાવીને ઓરોગ્રાફિક વરસાદ તીવ્ર બનાવે છે. આ દક્ષિણપશ્ચિમ ચોમાસુ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સક્રિય રહે છે અને દેશના મોટાભાગના વરસાદ માટે જવાબદાર છે.