'અંતરિક્ષથી ભારત ખરેખર ભવ્ય દેખાય છે', વડાપ્રધાન મોદી સાથેની વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
'અંતરિક્ષથી ભારત ખરેખર ભવ્ય દેખાય છે', વડાપ્રધાન મોદી સાથેની વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
Published on: 28th June, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી, જેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. આ એક ઐતિહાસિક ક્ષણ હતી અને Axiom-4 Missionના ભાગરૂપે ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશનમાં ભારત માટે એક મુખ્ય લક્ષ્યાંક ગણાય છે. 14 દિવસની અંતરિક્ષ યાત્રા પર ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીએ વાત કરી હતી. શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેના (IAF)ના અધિકારી છે.