એક-બે નહીં 5 હાઈપરસોનિક મિસાઈલ બનાવી રહ્યું છે ભારત, પાંચમીનું નામ સાંભળીને જ સુપરપાવર્સ બેચેન
એક-બે નહીં 5 હાઈપરસોનિક મિસાઈલ બનાવી રહ્યું છે ભારત, પાંચમીનું નામ સાંભળીને જ સુપરપાવર્સ બેચેન
Published on: 08th July, 2025

ભારત હાયપરસોનિક વેપન ટેક્નોલોજીમાં પ્રવેશી રહ્યું છે. જિઓ-પોલિટિકલ તણાવને કારણે ડિફેન્સ સેક્ટરને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. અમેરિકા, રશિયા અને ચીન જેવા સુપરપાવર્સની જેમ ભારત પણ હવે હાયપરસોનિક ટેક્નોલોજીમાં જોડાઈ રહ્યું છે. આ એડવાન્સ ટેક્નોલોજીથી સેનાની તાકાત વધશે, જેમાં ધ્વનિની ગતિથી પાંચ ગણી સ્પીડે હુમલો કરવાની ક્ષમતા હશે. ભારત પણ Hypersonic Technology Demonstrator Vehicle (HSTDV-હાયપરસોનિક ટેક્નોલોજી ડેમોસ્ટ્રેટર વ્હિકલ) જેવા હાયપરસોનિક હથિયારો વિકસાવવા અને અપનાવવા તૈયાર છે.