ન્યૂક્લિયર થેરાપીની મદદથી કેન્સરનો દર્દી સાજો થયો, મેડિકલ સાયન્સની મોટી સિદ્ધિ
ન્યૂક્લિયર થેરાપીની મદદથી કેન્સરનો દર્દી સાજો થયો, મેડિકલ સાયન્સની મોટી સિદ્ધિ
Published on: 29th June, 2025

નવી મુંબઈના ટાટા મેમોરિયલ સેન્ટરના ACTREC વિભાગમાં ન્યુક્લિયર થેરપીની આધુનિક સારવાર દ્વારા 17 વર્ષના કિશોરે ગંભીર પિડિયાટ્રિક કેન્સર "રિલેપ્સ્ડ ન્યુરો બ્લાસ્ટોમા"માંથી સંપૂર્ણ રીતે સાજો થઇને ફરી ઘેર વિજય સાથે પરત ફર્યો છે. આ સારવાર માટે તેને ભારતમાં અત્યારસુધીનો સૌથી વધુ 300 મિલિક્યુરીનો રેડિયોએક્ટિવ MIBG ડોઝ આપવામાં આવ્યો હતો. પૂર્વ આયોજન હેઠળ આ જટિલ થેરપી માટે દેશ-વિદેશના નિષ્ણાતોનો સહયોગ લેવામાં આવ્યો હતો. આ સફળતા દેશ માટે મોટી સિદ્ધિ છે અને ન્યુક્લિયર મેડિસિન ક્ષેત્રે નવી આશાની કિરણ રશે છે. પરમાણુ ચિકિત્સાનો ઉપયોગ કેન્સર, થાયરોઇડ, હૃદય રોગ, હાડકાંની બીમારી, મગજનો રોગ વગેરેની સારવારમાં થાય છે.