ભુવનેશ્વર સ્થિત સ્ટાર્ટઅપ દ્વારા અંતરીક્ષમાં દવા ઉત્પાદનનું સફળ પરીક્ષણ
ભુવનેશ્વર સ્થિત સ્ટાર્ટઅપ દ્વારા અંતરીક્ષમાં દવા ઉત્પાદનનું સફળ પરીક્ષણ
Published on: 18th August, 2026

ભુવનેશ્વર સ્થિત સ્ટાર્ટ-અપ સેરેન્ડિપિટી સ્પેસે ભારતના ખાનગી અંતરીક્ષ ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે સ્વાયત્ત ફાર્માસ્યુટીકલ ફેક્ટરી ધરાવતા પ્રોટોટાઈપ સેટેલાઈટ 'અલ્કેમી'નું સફળ ફ્લાઈટ પરીક્ષણ કર્યું છે. આ સિસ્ટમે અવકાશની માઈક્રોગ્રેવિટી સ્થિતિમાં દવા ઉત્પાદનની પ્રક્રિયાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને પૃથ્વી પર પાછી ફરી. હાઈ એલ્ટીટયુડ બલૂનનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ પરીક્ષણમાં સેટેલાઈટે તેની મહત્વની ટેકનોલોજી, જેમાં હીટશીલ્ડ અને ઓટોનોમસ ઉત્પાદન સિસ્ટમનો સમાવેશ થાય છે, તેની ક્ષમતા સાબિત કરી.