51 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે એસ્ટેરોઈડ, વૈજ્ઞાનિકોએ આફતમાં શોધ્યો અવસર
51 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે એસ્ટેરોઈડ, વૈજ્ઞાનિકોએ આફતમાં શોધ્યો અવસર
Published on: 08th July, 2025

પૃથ્વી તરફ એક મોટો Asteroid આવી રહ્યો છે, જે કુતુબ મિનારથી લગભગ નવ ગણો મોટો છે. આ આકાશી આપત્તિ 51000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે. NASA ની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) આ Asteroid પર નજર રાખી રહી છે. 11 જુલાઈ, 2025ના રોજ આ વિશાળ Asteroid પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થવાની સંભાવના છે. ભયાનક ઝડપે આવી રહેલો આ Asteroid વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય છે અને તેઓ તેની ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.વૈજ્ઞાનિકો માટે લઘુગ્રહના લક્ષણોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની આ એક શ્રેષ્ઠ તક છે. આ દુર્લભ ઘટના વૈજ્ઞાનિકોને જરૂરી ડેટા એકત્રિત કરવામાં મદદ કરશે. જે આવા અવકાશી પદાર્થો અને તેમની પ્રવૃત્તિઓ વિશે જાણવામાં મદદ કરી શકે છે.