તમારો અહંકાર, આસક્તિ અને વર્તન કારકિર્દીને ડામાડોળ કરી શકે છે: ભીષ્મનો ઉપદેશ
તમારો અહંકાર, આસક્તિ અને વર્તન કારકિર્દીને ડામાડોળ કરી શકે છે: ભીષ્મનો ઉપદેશ
Published on: 16th September, 2026

મહાભારતના શાંતિપર્વમાં, ભીષ્મ યુધિષ્ઠિરને શીખવે છે કે ઉત્તમ નેતાઓએ પોતાની પ્રજાના દોષો જોવા કરતાં પહેલાં પોતાના અવગુણોનું સતત મનન કરવું જોઈએ. આત્મનિરીક્ષણથી દોષો સુધારવાની તક મળે છે અને અહંકારથી બચી શકાય છે. આજના મેનેજમેન્ટ, પોલિટિક્સ અને કોર્પોરેટ જગતમાં પણ આ વાત સચોટ છે. નેતાઓ ઘણીવાર બીજાની ભૂલો શોધવામાં સમય વેડફે છે, પરંતુ પોતાની આંતરિક નબળાઈઓ, આસક્તિ કે પક્ષપાત પર વિચાર કરતા નથી. પરિણામે, તેઓ ખોટા નિર્ણયો લઈને પોતાની કારકિર્દી અને સંસ્થાને વિનાશ તરફ ધકેલી દે છે. અહંકારમુક્ત નેતા જ વિનમ્ર રહે છે અને ભૂલોમાંથી શીખે છે, જેનાથી તે સર્વસ્વીકૃત બને છે.