વાવ-થરાદમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
વાવ-થરાદમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
Published on: 05th September, 2026

વાવ-થરાદ વિસ્તારમાં જન્માષ્ટમી 2026 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. થરાદના રામજી મંદિર અને પ્રસિદ્ધ ધરણીધર ભગવાન મંદિર સહિતના ધાર્મિક સ્થાનોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. મધરાતે 12:00 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની શુભ ક્ષણે મંદિરોમાં શંખનાદ, ઢોલ-નગારા સાથે ભવ્ય મહાઆરતી યોજાઈ. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી’ના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યું. ધરણીધર મંદિર ખાતે હજારો શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. કલાકારો દ્વારા ભજન-સત્સંગ યોજાયો અને ભક્તો ભક્તિરસમાં લીન થયા. તમામ ભક્તો માટે મહાપ્રસાદની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી.