પાર નદી કિનારે ગણેશ વિસર્જન માટે તૈયારીઓ પૂર્ણ
પાર નદી કિનારે ગણેશ વિસર્જન માટે તૈયારીઓ પૂર્ણ
Published on: 16th September, 2026

વલસાડમાં ગણેશોત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે પાર નદી કિનારે તમામ જરૂરી સુવિધાઓ તૈયાર કરાઈ છે. અતુલ લિમિટેડ કંપનીએ વિસર્જન સ્થળે વ્યવસ્થા પૂરી પાડી છે, જ્યારે હાઈવેથી નદી કિનારે જવાના રસ્તા પર પારનેરા ગામના સરપંચ ભરતભાઈ દ્વારા લાઈટની વ્યવસ્થા કરાઈ છે. ગણેશ વિસર્જન માટે સેવા કાર્ય શરૂ થઈ ગયું છે. નાની ચણવાઈના સેવાભાવી મિત્રો અને માં ભવાની મિત્ર મંડળ સેવા આપશે. મોટી પ્રતિમાઓના વિસર્જન માટે ક્રેનની સેવા દિવ્યેશભાઈ આપશે, જેથી વિસર્જન સરળ બનશે.