જામનગરમાં જાહેર રોડ પર એકી-બેકીના આંકડા પર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
જામનગરમાં જાહેર રોડ પર એકી-બેકીના આંકડા પર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
Published on: 17th September, 2026

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર દરબારગઢ પાસે જાહેર રોડ પર ચલણી નોટોના નંબર પર એકી-બેકીના આંકડા બોલી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કાસીમ યુનુસભાઈ સોઢા અને હાસમભાઈ ઓશમાણભાઈ ડાલુ નામના બે શખ્સોને રોકડ રૂ.760 સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને શખ્સો જાહેરમાં પૈસાની હારજીત કરી જુગાર રમતા-રમાડતા મળી આવ્યા હતા. પોલીસે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.